ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ ક૨વા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ ૨ાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને ડી.કે.રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર
ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીન્સ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.ચૌહાણ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે રટાફના પોલીસ માણસો પોસ્ટે સાથે વિ૨તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે ગાઠીયા ગામે નદીના કોતરમાં બે મોટાયકલો આવતા જણાતા બંન્ને મોટરસાયકલોને કોર્ડન કરી પકડી પાડેલ જે પૈકી હીરો હોન્ડા કંપનીની મોટરસાયકલ નં GJ-06- BE-4540 ઉપર બાંધેલ કંતાનના કોથળામા ખોલી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટીકની કુલ બોટલ નંગ-૬૦ કિ રૂ.૨૬,૫૮૦/- તથા બ્લેક હોર્ટ સુપર સ્ટ્રૉંગ પતરાના ૫૦૦ મી.લીના ટીન બીયર નંગ ૧૨૦ કિ.રૂ ૧૨,૦૦૦/- તથા હેરાફેરીમાં વપરાયેલ મોટરસાયકલ મોટર્સંયુક્ત ની કિ.રૂ 40,000/-તથા સદર દારૂ ભરેલ મોટરસાયકની પાયલોટીંગમાં ઉપયોગમાં લીધેલ હોન્ડા કંપનીની મોટન્સાયકલ નં GJ-34-9214 કિ.રૂ 45,000/- તથા પકડાયેલ ત્રણેય ઈસમોની અંગ ઝડતીમાં મળેલ મોબાઇલ નંગ-3 મળી કુલ કિ.રૂ ૧,૩૮,૫૮૦ – ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


