શુદ્ધાદ્વૈત તૃતીય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વાગીશકુમારજી મહારાજ તૃતીય ગૃહ ગાદી પર બિરાજમાન થતા તૃતીય ગૃહની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિમાં આનંદ લાગણી વ્યાપી છે ત્યારે તૃતીય પીઠનાં પંદરમા તિલકાયત તરીકે બિરાજમાન થયેલ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજશ્રી ના અભિવાદન સમારોહનું આયોજન શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે સમસ્ત બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વાગીશકુમારજી મહારાજ બોડેલી નગર ખાતે પધારતા નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વૈષ્ણવ સમાજનાં અગ્રણીઓ ઠાકોરલાલ ગાંધી, હર્ષદભાઈ દેસાઈ, અશ્વિનભાઈ શાહ, દિનેશચંદ્ર શાહ, રજનીભાઈ ગાંધી, જીજ્ઞેશ ચોક્સી વિગેરે સહિત જિલ્લાના વૈષ્ણવો આવ્યા હતા . મંદિરમાં પૂજ્યશ્રીને માળા- તિલક, હાર અર્પણ કરી વૈષ્ણવ સમાજ વતી સુંદર સ્મૃતિ ભેટ અર્પણ કરી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું અભિવાદન ના પ્રત્યુતર માં ડૉ. વાગીશ કુમારે કહ્યું, કે ઠાકોરજીની કૃપા નું મૂલ્યાંકન લૌકિકથી નહીં અલૌકિક ભાવથી થાય છે. જેમાં શ્રી યમુનાજી અને શ્રી વલ્લભની કૃપા અનિવાર્ય છે એટલે એ કૃપાના માર્ગ પર આપણે સૌ દ્રઢ ભાવથી નિષ્ઠાપૂર્વક ચાલી પ્રભુ કૃપા ના અધિકારી બનીએ છીએ તેવી શુભ ભાવના પાઠવી દરેક વૈષ્ણવ ને આ પ્રભુ કૃપા ના માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


