બોડેલી પંથકમાં બીપર જોય વાવાઝોડાની અસરથી વાદળ છાયા વાતાવરણમાં વચ્ચે અંદાજિત ત્રીસ કિલોમીટરની ઝડપથી સુસવાટા મારતા પવન ફુકાયા હતા લોકોને ગરમીથી રાહત તો જોવા મળી હતી પણ ભારી બફારાને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા હતા બોડેલી સહિત જિલ્લામાં 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે બી પરઝોય વાવાઝોડુ ટકરવાની સંભાવના ને હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે વાવાઝોડાની અસરના પગલે બોડેલી પંથકમાં આજે બુધવારે સવારથી જ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું વાદળના કારણે લોકોને બફારો પણ સહન કરવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગે 15 16 જૂન ના સમયગાળામાં ઝડપી પવન ફુકાવવા સહિત વરસાદની પણ પડવાની આગાહી કરી છે ત્યારે બોડેલી પંથકમાં બીપરજોય વાવાઝોડા ની અસરથી વાદળ છવાયા હતા અને પવન ફૂંકાયા હતા જોકે વાવાઝોડું કેટલું મજબૂત છે તેની તીવ્રતાના આધારે પવનો કેટલા ઝડપથી અથવા કેટલો વરસાદ પડશે તે આવનારો સમય જ બતાવશે તાજેતરમાં જિલ્લા તંત્ર દ્વારા પણ બીપરજોય વાવાઝોડાને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


