અમૃતકાળમાં શાળા પ્રવેશોત્સવ થકી બનશે યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ
બાળકોનો પાયો મજબુત હશે તો પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ હશે એટલે અત્યારથી બાળકોના કારકિર્દીને ચમકાવવાના સંકલ્પ સાથે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઉજવાતો ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ આજરોજ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબની અધ્યક્ષતામાં કવાંટ તાલુકાના સિહાદા તેમજ પાનવડ પ્રાથમિક શાળા ખાતે યોજાયો.
આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા સાથે ઉપસ્થિત જેતપુરભાઈ વિધાનસભાના ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા તેમજ સહસંયોજક શ્રી મુકેશભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ સરકારના શિક્ષણ મંત્રી અધ્યક્ષતામાં કવાંટ તાલુકાના સિહાદા તેમજ પાનવડ પ્રાથમિક શાળા ખાતે યોજાયો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


