સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માળીયા હાટીનાના સુખપુર ગ્રામ આગેવાનો સાથે બેઠક યોજી હતી. બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગામ લોકોની સ્થિતિ જાણી હતી. ગ્રામ આગેવાનોએ પણ મુશ્કેલીઓ ન હોવાનું જણાવ્યુ હતુ. તેમણે તેમના વ્યવસાય અને બાગાયત ખેતી સહિતની વિગતો વિશે પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી. આ સાથે પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજે પાણી વીજળી સહિતની સુવિધાઓ માટે પૃચ્છા કરી હતી.
ત્યારબાદ શાંતિપુરા ખાતેના સાઇક્લોન શેલ્ટર હોમની મંત્રી શ્રી સહિતના મહાનુભાવો મુલાકાત કરી હતી અને સ્થળાંતરિત લોકોના ખબર અંતર મેળવ્યા હતા.
આ તકે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, અગ્રણી શ્રી રામશીભાઈ ડોડીયા, ગામ આગેવાનો સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


