Gujarat

મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ માલધારીઓ અને તેમના પશુઓને સંભવિત વાવાઝોડામાં સુરક્ષિત રાખવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી, જરુરી માર્ગદર્શન સાથે ઉચિત કાર્યવાહી હાથ ધરવા માટે નિર્દેશ આપ્યા હતા.

    જિલ્લાના માંગરોળ અને માળીયાહાટીના તાલુકાના પ્રવાસ દરમિયાન શાંતિપુરા પ્રાથમિક શાળા ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી કે. રમેશ અને શ્રી આરાધના શાહુએ ગીરના નેશ વિસ્તારમાં વસતા માલધારીઓ અને તેમના માલ ઢોરની સલામતી માટે લેવામાં આવેલા પગલાઓની જાણકારી આપી હતી. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજે સંભવિત વાવાઝોડા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

     આ તકે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ,  કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

-વિભાગ-સાથે-બેઠક-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *