Gujarat

કંડલા પોર્ટ પર શેલ્ટર હોમમાં ૨૦૦થી ૨૫૦ લોકોની ભોજનની વ્યવસ્થા કરાઈ

કંડલા
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજાેય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જ્યારે કંડલા પોર્ટ પર કામગીરી બંધ થઈ ગઈ છે. ત્યારે દેશના સૌથી વ્યસ્ત પોર્ટ પર કામગીરી કરતાં લોકોની વ્યવસ્થા કરવી એ પ્રાથમિકતા બની જાય છે. આ આફતની સ્થિતિમાં પોર્ટ પરના ૬ હજારથી વધુ કામદારોનું સ્થળાંતર કરાયું છે. રૂ-જેટી ૮ નંબરથી તમામને શેલ્ટર હોમમાં સુરક્ષિત રખાયા છે. શ્રમિકો જીવન જરૂરિયાતના સામાન સાથે શેલ્ટર હોમમાં આવ્યા છે. જ્યાં નાના બાળકો પણ છે. શેલ્ટર હોમમાં મોટાપાયે લોકો હોવાને કારણે મોટાપાયે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. સવાર અને સાંજ અહીં ૨૦૦થી ૨૫૦ લોકોનું ભોજન તૈયાર થાય છે. સાથે જ અનેક લોકો આફતના સમયે સેવામાં જાેડાયા છે.ભોજન વ્યવસ્થામાં ૨૫થી ૩૦ લોકો સેવામાં સતત કાર્યરત છે. એવું અનુમાન છે કે વાવાઝોડું ટકરાયા બાદ ૩થી ૪ દિવસ બાદ પરિસ્થિતિ થાળે તેવી સંભાવના છે. ત્યાં સુધી તમામ લોકોને શેલ્ટર હોમમાં સુરક્ષિત રખાશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *