જૂનાગઢ
વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. કચ્છ, પોરબંદર, સુરત અને નવસારીમાં દરિયામાં કરંટ જાેવા મળ્યો છે. ૧૦થી ૨૦ ફૂટ સુધી મોજા ઊંચા ઉછળી રહ્યા છે. ત્યારે માંગરોળમાં વાવાઝોડાને લઈને કમાન્ડો ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આફતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની દરિયાઈ સુરક્ષા કમાન્ડો ફોર્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અલગ અલગ ૬ ટીમમાં ૪૧ કમાન્ડો કરાયા તહેનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કમાન્ડો ફોર્સ એક્શનમાં છે. લાઈફ જેકેટ, બાઈનોક્યુલર, વાયરલેસ સેટ સહિતના સાધનોથી કમાન્ડો ફોર્સ સજજ છે.


