સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં જુનાગઢ એપીએમસીમાં ખેત પેદાશો સુરક્ષિત જગ્યાએ હોવાનું રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું છે. મંત્રીશ્રીએ સંભવિત વાવાઝોડાના પગલે આજે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ઉત્પાદિત ખેત પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેત જણસીઓનું નિરીક્ષણ કર્યુ હતુ. જુનાગઢ એપીએમસીના ચેરમેન શ્રી કિરીટ પટેલ પાસેથી જુનાગઢ યાર્ડના વિકાસ કામો અને ખેડૂતોની સુવિધાઓ માટેની પણ જાણકારી મેળવી હતી.આ તકે યાર્ડના સેક્રેટરી અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
