Gujarat

છેલ્લા બે દિવસમાં જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત હસ્તકનાં માર્ગ પર પડેલા તમામ ૧૮૩ વૃક્ષો યુદ્ધના ધોરણે દૂર કરી પરિવહન યથાવત કરવામાં આવ્યું

સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરના પગલે માર્ગ પર પડેલા વૃક્ષોને હટાવી પરિવહન યથાવત કરવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર  કટિબદ્ધ છે.  જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત હસ્તકનાં વિવિધ ધોરી માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. આગોતરા આયોજનના ભાગરુપે અગાઉથી જ તૈયાર કરવામાં આવેલી ટીમ દ્વારા કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી. વિવિધ માર્ગો પર ધરાશાયી થયેલા ૧૮૩ વૃક્ષો દૂર કરી તા.૧૪-૧૫ જુન દરમિયાન જે-તે માર્ગ પર પરિવહન પૂર્વવત કરવામાં આવ્યું છે.

    બંને વિભાગની કામગીરી મળીને તા.૧૫ જુનની સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ  જિલ્લાના કેશોદ તાલુકામાં ૦૭, જૂનાગઢ ગ્રામ્યમાં ૧૧, જૂનાગઢ શહેરમાં ૦૬, ભેંસાણમાં ૧૨, મેંદરડામા ૨૬, માંગરોળમાં ૩૮, માણાવદરમાં ૧૪, માળીયા હાટીનામાં ૩૭, વંથલીમાં ૧૪ અને વિસાવદર તાલુકાના માર્ગો પરથી ૨૨ વૃક્ષો મળી કુલ ૧૮૩ વૃક્ષો  દૂર કરવામાં આવ્યા છે.

   માર્ગ મકાન વિભાગ દ્વારા અદ્યતન સાધન સામગ્રી સાથે માર્ગ પર પડેલાં વૃક્ષો દૂર કરવા માટે સતત કાળજી લેવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *