Gujarat

આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય, જે અંગે તકેદારીના ભાગ રૂપે ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ઓટોમેટીક રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી.એસ.ઓ.જી.ટીમ.  

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય, જે અંગે તકેદારીના ભાગ રૂપે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ડેડાણ આઉટ પોસ્ટ વિસ્તારનાં નવા માલકનેસ ગામ થી ડેડાણ ગામ તરફ જવાનાં રસ્તે એક ઈસમ ગેરકાયદેસર હથિયાર રાખી ઉભેલ છે અને આજરોજ કોઇ ગુનો કરવાની પેરવીમાં હોય, જેથી બાતમી વાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક ઈસમને ઓટોમેટીક રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ઃ-
  (૧) જગદિશભાઇ વાધજીભાઇ મકવાણા, ઉ.વ.-૨૨, ધંધો-હિરાધસવાનો રહે. નવા માલકનેસ, તા.ખાંભા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ ઃ-
એક ઓટોમેટીક રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.૫,૦૦૦/-
  આમ, મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક ઓટોમેટીક રીવોલ્વર (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
   આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા હેડ કોન્સ. સુરેશભાઇ મેર, તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230615-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *