Gujarat

પાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ના હસ્તે સાઢલી ગામે સ્લેપ ડ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના  પાવી જેતપુર ના સાઢલી ગામે ગત વર્ષે ચોમાસાના પુર દરમ્યાન તૂટી ગયેલ સ્લેપ ડ્રેન પુલનું ભીંડોલ પાનવડ મધ્યપ્રદેશને જોડતા રોડ પર પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી ધારાસભ્યની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી તાત્કાલિક કામ ચાલુ થાય તે હેતુસર આજરોજ સાઢલી ગામે ખાતમુહૂર્ત  138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં  કર્મચારીઓ તેમજ આગેવાન ભાનુભાઈ ગામના સરપંચ લાલુભાઇ તેમજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય  શૈલેષભાઈ આગેવાન અદેસિંગભાઈ ભાઈ તેમજ ગામના આગેવાનો અમે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230615-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *