Gujarat

છોટાઉદેપુર જિલ્લા માંથી 500 હાજીયાત્રી ઓ મક્કા મદીના જવા અમદાવાદ એરપોર્ટ થી રવાના થયા

40 દિવસ સુધી સઉદી અરબ ના મક્કા મદીના મા રહી હજ ના અરકાન અદા કરશે
છોટાઉદેપુર જિલ્લા થી લઈ સમગ્ર ગુજરાત માંથી હજારો હજયાત્રીઓ હજ પઠવા જવા અમદાવાદ એરપોર્ટ થી રવાના થયા હતા. છેલ્લા બે મહિના થી હજ કમિટી ઓફ ઇન્ડિયા મા સરકાર દવારા જાહેર કરેલ ક્વોટા મા જે હજ્યાત્રી ના નંબર લાગ્યા હતા. તેઓ તૈયારી મા લાગ્યા હતા. ઈશલામ ધર્મ મા હજ કરવું ફર્જ છે.છોટાઉદેપુર જિલ્લા માંથી અંદાજીત 500 હજ યાત્રી ઓ રવાના થયા હતા. નસવાડી ટાઉન ના હાજી ઓ પણ તેમના પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ થી રવાના થયા હતા.અમદાવાદ એરપોર્ટ પર હજારો ની ભીડ જોવા મળી હતી.40 દિવસ સુધી ઘર થી દૂર મક્કા મદીના મા રહી હજ ના અરકાન હજયાત્રી ઓ અદા કરશે. હજ યાત્રી ઓને અમદાવાદ મુકવા આવેલ પરીવાર એકબીજા થી દૂર થતા હોય આંખો ના ખૂણા ભીના કરી હજ્યાત્રી ઓને વિદાય આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230615-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *