ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઈ કાલ તા.૧૪/૦૬/૨૦૨૩ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે રાજુલા, ખેતાગાળા વિસ્તારમાં મસ્જીદની પાછળ જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીઓઃ-
(૧) રમેશ નાગજીભાઇ ચૌહાણ, ઉ.વ.૩૩, રહે.રાજુલા, ખેતાગાળા, તા.રાજુલા, જિ.અમરેલી,
(૨) કરણ વિનુભાઇ સોલંકી, ઉ.વ.૨૦, રહે.રાજુલા, ખેતાગાળા, તા.રાજુલા, જિ.અમરેલી.
(૩) અશરફ મહેબુબભાઇ કનોજીયા, ઉં.વ.૨૪, રહે.રાજુલા, ખેતાગાળા, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૧,૧૪૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૨ કિ.રૂ.૨૩,૦૦૦-/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૩૪,૧૪૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


