રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માળિયા હાટીના ખાતે કાર્યરત તાલુકા કંટ્રોલ રુમની મુલાકાત કરી હતી. તેમણે કંટ્રોલરુમ ખાતે સંભવિત બિપરજોય વાવાઝોડાના અનુસંધાને નોંધાયેલી રજૂઆતો અને ફરિયાદોની તપાસ કરી તે સંદર્ભે કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી મેળવી હતી. સાથે જ લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે શું કરી શકીએ તે અંગે જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલ, અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


