Gujarat

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આશ્રિત પરિવારજનો માટે રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના આશ્રિત પરિવારજનો માટે રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શીલ ગામ ખાતેના સાયક્લોન સેન્ટરમાં આશ્રિત માછીમાર ભાઈઓ, બહેનો અને બાળકો સહિતના આશ્રિત પરિવારજનો માટે રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શીલ ગામ ખાતે શીલ બારા વિસ્તારના પરિવારજનોએ આશ્રય મેળવ્યો છે ત્યાં તેમને પ્રાથમિક તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

તેમને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેની તમામ કામગીરીને સુપેરે પાર પાડવા શીલ સરપંચ, સ્થાનિક ગ્રામજનો અને યુવા કાર્યકરોએ એકબીજાને સહયોગ સાંપડ્યો હતો.

ratri-bhojan-vyavstah-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *