Maharashtra

ત્રણ દિવસની તેજી પછી ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો

મુંબઈ
ત્રણ દિવસની તેજી પછી, ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જાેવા મળ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર બંધ થયું હતું. આજના કારોબારના અંતે મ્જીઈ સેન્સેક્સ ૩૧૦ પોઈન્ટ ઘટીને ૬૨,૯૧૮ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮,૬૮૮ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો બેંકિંગ શેરોમાં જાેવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ૫૪૪ પોઈન્ટ અથવા ૧.૨૪ ટકાના ઘટાડા સાથે ૪૩,૪૪૩ પોઈન્ટ પર બંધ થયો હતો. આઈટી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જાેવા મળી હતી. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪ વધીને અને ૧૬ ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૨ તેજી સાથે અને ૨૮ ઘટાડા સાથે બંધ થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *