ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લી., ના ચેરમેન શ્રી અજયભાઇ એચ. પટેલ કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા (COBI) નવી
દિલ્હી ના ચેરમેનપદે આગામી પાંચ વર્ષ માટે બિનહરીફ ચુંટાઇ આવ્યા છે.
કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્ર માટે દેશમાં એક સર્વોચ્ચ બેંક હોવી જોઈએ અને એપેક્ષ બેંક તરીકે કામ કરી શકે તે ઉદ્દેશથી, દેશમા સ્ટેટ
કો-ઓપરેટીવ બેંકો, મલ્ટી સ્ટેટ અર્બન કો-ઓપરેટીવ બેંકો, વિવિધ નેશનલ કો-ઓપરેટીવ ફેડરશન, જમીન વિકાસ બેંકો તથા
નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા તેમજ અન્ય સંસ્થાઓ માટેની સ્થપાયેલી સર્વોચ્ચ બેંક એટલે કે COBI નું નૈતૃત્વ
શ્રી અજયભાઇ એચ. પટેલ દ્વારા કરવામાં આવશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને
પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં
દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ “સહકાર થી
સમૃધ્ધિ” ના સિધ્ધાંત દ્વારા તથા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના “વન અમ્બ્રેલા” ના વિચાર હેઠળ દેશના અમૃતકાલમાં સહકારિતા
મંત્રાલયે સમગ્ર રાષ્ટ્રની ક્રેડીટ કો-ઓપરેટીવ સંસ્થાઓના વિકાસ માટે જે મિશન ઉપાડેલ છે તે સાકાર કરવા ભારતીય
કો-ઓપરેટીવ ક્રેડીટ માળખા થકી નાણાંકીય અને બેંકિંગ સેવાઓના વ્યાપ વધારવા માટે તેમજ તેને માર્ગદર્શન પુરૂ પાડવા માટે
શ્રી અજયભાઇ એચ. પટેલ ના નેતૃત્વ હેઠળ કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા (COBI) નવા સોપાનો સર કરશે.
આજે દિલ્હીમાં કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયાની વાર્ષિક સાધારણ સભામાં શ્રી અજયભાઇ એચ. પટેલ બિનહરિફ ચુંટાયા
બદલ શ્રી દિલિપભાઇ સંધાણી, શ્રી ઘનશ્યામભાઇ અમીન તેમજ દેશની અને રાજ્યની જુદીજુદી કો-ઓપરેટીવ સંસ્થાઓના
ચેરમેન તેમજ સહકારી અગ્રણી આગેવાનોએ શ્રી અજયભાઇ એચ. પટેલ ને ચેરમેન તરીકે થયેલ વરણી બદલ અભિનંદન પાઠવેલ
હતા.
ઉપરોક્ત પ્રેસ નોટ આપના દૈનિક પત્ર / ટી.વી. ન્યુઝમાં લેવા માટે નમ્ર વિનંતી.


