Gujarat

શેલ્ટર હોમ સહિતના વિસ્તારની મુલાકાત લઇ આરોગ્યની તપાસણી કરી

વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લાના માળીયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમ છેલ્લા ૨૪ કલાકથી ખડે પગે ફરજ બજાવી હતી. વાવાઝોડાના આગાહી અન્વયે માળીયાહાટીના તાલુકામાં આરોગ્ય ટીમ દ્વારા રાઉન્ડ ક્લોક કામગીરી બજાવવામાં આવી રહી છે. શેલ્ટર હોમમાં સ્થળાંતરિત થયેલા લોકોની આરોગ્યની સંભાળ સાથે જ સગર્ભા બહેનો અને કાચા મકાન તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની મુલાકાત કરી આરોગ્ય તપાસણી કરી હતી અને સાથે જ આરોગ્ય અને આરોગ્ય જાળવણી બાબતે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

maliya-aarogya-team-khadepage2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *