રાણપુર મિત્ર મંડળના લલીતભાઈ સોની દ્રારા તમામ અસરગ્રસ્તો માટે જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ..
બિપરજોય વાવાઝોડાને પગલે રાણપુર શહેરના નદીકાંઠા વિસ્તારમાં રહેતા ૬૦ કરતા વધુ લોકોને ગ્રામ પંચાયત અને પોલીસ પ્રસાશન અને મામલતદાર કચેરી સ્ટાફ દ્રારા મુખ્યકુમાર શાળા ખાતે બનાવેલ સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા રાણપુર તાલુકા સોની સમાજના આગેવાન લલીતભાઈ સોની અને મિત્ર મંડળ તરફથી જે ૬૦ લોકોને મુખ્યકુમાર શાળા ખાતે રાખવામાં આવ્યા હતા તેમના માટે રાત્રે નાસ્તો,સવારે નાસ્તો ચા,દુધ,તેમજ સાક,રોટલી,દાળ,ભાત સહીત ગરમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમજ પોલીસ સ્ટાફ દ્રારા પણ નાસ્તો આપવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે લલીતભાઈ સોની દ્રારા કોરોના મહામારી દરમ્યાન પણ લોકોની જરૂરીયાત પુરી કરી ઉમદા સેવા કરી હતી.ત્યારે ફરીવાર વાવાઝોડા ને પગલે અસરગ્રસ્તો ને નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી સેવાકીય કાર્યમાં અગ્રેસર રહ્યા હતા.મુખ્યકુમાર શાળા માં ખોલવામાં આવેલ સેલ્ટર હોમ ખાતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,રાણપુર PSI એસ.જી.સરવૈયા,મામલતદાર કે.કે.વાળા,નાયબ મામલતદાર,રાણપુર ગ્રામ પંચાયતના તલાટી,વેપારી આગેવાન ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ),શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ,પોલીસ સ્ટાફ,ગ્રામ પંચાયતના સભ્યો અને સ્ટાફ સહીતના અધિકારીઓ અને આગેવાનો સતત હાજર રહ્યા હતા.અને તમામ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


