જયારે જયારે કેશોદ માં આફત ની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સેવાકિય સંસ્થાઓ તન, મન, ધન થી કામે લાગી જાય છે અને કેશોદ તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં કોઈપણ વ્યકિત મુશ્કેલીમાં નાં મુકાઈ તેની પૂરતી કાળજી રાખે છે
સમર્પણ હોસ્પિટલ નાં ટ્રસ્ટી શંભૂદાદા પણ કેશોદ ની સેવાની મૂરત ગણાય છે તેમના માર્ગદર્શન દ્વારા હોસ્પીટલ નાં દરેક વિભાગ નાં નવ ડોક્ટર્સ ને સ્ટેન્ડ બાય રાખવમાં આવેલ છે અને જરૂર પડે ત્યારે અસરગ્રસ્ત વ્યક્તિને ફ્રી સારવાર આપવામા આવશે તેમજ 1500 જેટલાં ફુડ પેકેટ બનાવવામાં આવ્યા છે અને ઝૂપડ પટ્ટી વિસ્તાર અને અસરગ્રસ્ત લોકો ને વિતરણ કરવામાં આવશે જરૂર પડે તો હજુ 2000 ફૂડ પેકેટ બનાવવાની ત્યારી રાખવમાં આવી છે
હોસ્પીટલ નાં ટ્રસ્ટી કે. ટી. દેવાણી નાં જણાવ્યાં મુજબ સમર્પણ હોસ્પિટલ ની સ્થાપના જ સેવા નાં આશય સાથે જ કરવમાં આવી છે અને દર્દીઓ ને સાવ નજીવા ચાર્જ થી સામાન્ય પરિસ્થતિમાં સારવાર આપવામા આવે છે


