Gujarat

યાત્રાધામ અંબાજી માં બિપરજોય વાવાઝોડાની વચ્ચે મોટી સંખ્યામાં યાત્રિકો આવ્યા માં અંબાના દર્શને

*દર્શન માટે લાંબી લાંબી લાઈનો મંદિરની રેલીઓમાં યાત્રિકો ની જોવા મળી*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે બિપરજોય વાવાઝોડાની વચ્ચે ભક્તો પહોંચી રહ્યા છે યાત્રાધામ અંબાજી માઁ અંબાના ચરણે સતત વરસતા વરસાદની વચ્ચે યાત્રિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અંબાજી વાવાઝોડા વરસાદની વચ્ચે યાત્રિકોમાં અંબાના દર્શન કરી, કરી રહ્યા છે ધન્યતાની અનુભૂતિ યાત્રિકો ચાચર ચોકમાં ચાલુ વરસાદે ગરબે ઘૂમી રહ્યા છે ગરબા અને માં અંબા ની ભક્તિમાં લિંન જોવા મળી રહ્યા છે અને મા અંબાના દર્શન માટે લાંબી લાંબી લાઈનો મંદિરની રેલીઓમાં જોવા મળી રહી છે જ્યારે ચારે બાજુ બિપરજોય વાવાઝોડુ સમગ્ર ગુજરાતમાં તાંડવ મચાવી છે ત્યારે  યાત્રાધામ અંબાજીમાં સતત છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજુબાજુની નદીઓ નાડા છલકાઈ ઉઠ્યા છે વૃક્ષો વિદ્યુત બોર્ડના થાંભલાઓ અને ભેખડો અંબાજીની આજુબાજુના વિસ્તારમાં ખસી રહી છે ત્યારે યાત્રીકો માં અંબા માં અટક શ્રદ્ધા ધરાવે છે અને મોટી સંખ્યામાં આવા વાતાવરણ અને વાવાઝોડામાં પણ અંબાના દર્શને યાત્રિક મોટી સંખ્યામાં આવી રહ્યા છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230618_195611.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *