ગુન્હાની વિગતઃ-
(૧) ગઇ તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ પ્રકાશભાઇ ટીકમદાસ કાનાબાર, ઉ.વ.૩૯, રહે.અમરેલી, કાપડ બજાર, તા.જિ.અમરેલી વાળાના પિતા ટિકમદાસ અમરેલી પોસ્ટ ઓફીસમાં એફ.ડી.ના નાણા પાકતા હોય, જે નાણા ઉપાડ્યા માટે અમરેલી પોસ્ટ ઓફીસ ખાતે ગયેલ હોય, અને નાણા ઉપાડી પોતાની દુકાને આવતા હોય તે દરમિયાન આ ટિકમદાસના પેન્ટના ખીસામાં એફ.ડી.ના ઉપાડેલ નાણા પૈકીના રૂ.૫૦,૦૦૦/- ભીડ ભાડનો લાભ લઇ કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે પ્રકાશભાઇ ટીકમદાસ કાનાબારએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૮૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ,
(૨) ગઇ તા.૨૯/૦૫/૨૦૨૩ નાં રોજ ક્લુભાઇ નનકાભાઇ ખાચર, ઉ.વ.૫૯, રહે.ઈંગોરાળા – ડુંગરી, તા.ધારી, જિ.અમરેલી વાળા ખેતી કામ તથા બીચારણની ખરીદી કરવા સારૂ ચલાલા એસ.બી.આઇ. બેન્કમાંથી નાણા ઉપાડી પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ હતા અને બેન્કની પાસબુકમાં એન્ટ્રી કરતા હોય તે દરમ્યાન આ પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ રોકડા રૂપિયા પૈકી રૂ.૫૦,૦૦૦/ – કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગચેલ હોય, જે અંગે કનુભાઇ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૬૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનર્કીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ
દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી બનાવ વાળી જગ્યાની આજુ બાજુના તમામ સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવેલ. ગઇ કાલ તા.૧૮/૦૬/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોર્લીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે અમરેલી, ગાંધીબાગ સામે, રવિવારી બજારમાંથી શંકાસ્પદ ત્રણ ઈસમોને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા મળી આવતા, પકડાયેલ ઇસમોની સઘન પુછ પરછ કરતા તેઓએ ઉપરોકત ચોરીઓ સહિત કુલ ૧૬ ગુનાઓની કબુલાત આપતા, તેઓને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) મુકેશભાઇ તુલસીરામ ગુમર (પારદી), ઉ.વ.૪૫, રહે,અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે, ખુલ્લા મેદાનમાં, તા.જિ.અમરેલી, મુળ રહે.રાવત, તા.દેપાલપુર, જિ.ઇન્દોર (મધ્યપ્રદેશ) (૨) રામપતી મુકેશભાઇ ગુગર (પારદી), ઉ.વ.૨૦, રહે.અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે, ખુલ્લા મેદાનમાં, તા.જિ.અમરેલી, ” મુળ રહે.રાવત, તા.દેપાલપુર, જિ,ઇન્દોર (મધ્યપ્રદેશ)
(૩) કપીલ મહોબ્બતસિહ પવાર (પારદી), ઉં.વ.૧૯, રહે.અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે, ખુલ્લા મેદાનમાં, તા.જિ.અમરેલી, મુળ રહે.બેટમા, તા.દેપાલપુર, જિ.ઇન્દોર (મધ્યપ્રદેશ)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદ્દામાલ,
•પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ- પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, ત્રણેયે સાથે મળી નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે
(૧) આજથી આશરે દસ – બાર દિવસ પહેલા અમરેલી, નાગનાથ ચોક પાસે આવેલ પોસ્ટ ઓફીસથી એક મોટી ઉંમરના
ભાઇના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.૫૦,૦૦૦/- ની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૮૨/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી. થયેલ છે. (૨) આજથી આશરે પંદર – સત્તર દિવસ પહેલા ચલાલા, ભીમનાથ મંદીર સામે આવેલ સ્ટેટ બેંકની બહાર એક મોટી
ઉંમરના ભાઇ ઉભા હોય, તેની પાસે રહેલ પીળા કલરની થેલીમાથી રોકડા રૂપિયા રૂ.૫૦,૦૦૦/- ની ચોરી કરેલ હોય, જે અંગે ખરાઈ કરતા ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૬૫/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૩) ઉપરોકત ચલાલાથી ચોરી કરી, ધારી ગયેલા અને ત્યા શાકમાર્કેટ પાસેથી એક ભાઈ ખરીદી કરવા આવેલ તેના પેન્ટના ખીસ્સામાંથી રૂ.૧૦,૦૦૦/- ચોરી કરેલ. (૪) આજથી આશરે અઢારેક દિવસ પહેલા લાઠી, દરવાજા પાસે આવેલ સ્ટેટ બેંકની બહાર ઉભેલા એક ભાઇના પેન્ટના
ખીરસામાંથી રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ. (૫) આજથી આશરે વીસ – બાવીસ દિવસ પહેલા સાવરકુંડલા, શનિવારી બજારમા ગયેલ અને નાવલી નદીના પુલ
ઉપર એક ભાઈ પાસે રહેલ કાપડની થેલીમાંથી રોકડા રૂ.૨૫,૦૦૦/- ની ચોરી કરી કરેલ. (૬) આજથી આશરે ચારેક માસ પહેલા બોટાદ, મેઈન બજારમાથી એક ભાઈ પાસે રહેલ પ્લાસ્ટીકની થેલીમાંથી રોકડા
રૂ.૫૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૭) આજથી આશરે સાડા ચારેક માસ પહેલા ભાવનગર, તળાવ પાસે આવેલ શાકમાર્કેટ પાસે આવેલ બેંક ઓફ ઈન્ડીયાની બહાર ઉભેલા એક ભાઇના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.૭૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૮) આજથી આશરે પાચેક માસ પહેલા મહુવા, બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંકમાથી એક ભાઇએ થેલી સાયકલમા
ટીંગાડેલ હોય, તે ભાઇની નજર ચુકવી થેલીમાંથી રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૯) આજથી આશરે છ માસ રાજકોટ જિલ્લાના આટકોટ ગામે, બસસ્ટેન્ડ પાસે આવેલ સ્ટેશનરીની દુકાનની બહાર એક
ભાઇ ઉભા હોય, તેની નજક ચુકવી તેના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૫,૦૦૦/- ની ચોરી કરેલ. (૧૦) આજથી આશરે સાડા છ માસ પહેલા બાબરા, બસ સ્ટેન્ડ પાસે ચાર રસ્તા નજીક આવેલ કરીયાણાની દુકાનમાં
નજર ચુકવી દુકાનની અંદર ટેબલના ખાનામા રહેલ રોકડા રૂ.૧૫,૦૦૦/- ની ચોરી કરેલ.
(૧૧) આજથી આશરે સાડા છ માસ પહેલા જામનગર, મેઈન બજારમા, બ્રીજ નીચે આવેલ કપડાની દુકાનની બહાર એક ભાઇ ઉભા હોય, તેની નજક ચુકવી તેના ખીસ્સામાંથી રોકડા રૂ.૨૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૧૨) આજથી આશરે સાતેક માસ પહેલા દેવભુમી દ્વારકાના જામ ખંભાળીયા, બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંકની બહાર ઉભેલા એક ભાઇના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ. (૧૩) આજથી આશરે સાડા સાતેક માસ પહેલા બોટાદ જિલ્લાના ઢસા ગામે, બસસ્ટેન્ડ પાસે આવેલ પાનના ગલ્લાની
બહાર એક ભાઇ ઉભા હોય, તે જ્યારે બસમા ચડવા જતા ભીડનો લાભ લઇ, નજક ચુકવી શર્ટના ઉપરના ખીસ્સામાંથી રોકડા રૂ.૨૦,૦૦૦/- ની ચોરી કરેલ.
(૧૪) આજથી આશરે આઠેક માસ પહેલા રાજકોટ, આજી ડેમ ચોકડીએ આવેલ બસ સ્ટેન્ડે એક ભાઈ ઉભા હોય, તે જ્યારે બસમા ચડવા જતા ભીડનો લાભ લઇ, નજક ચુકવી પેન્ટના પાછળના ખીસ્સામાંથી ચોકડા રૂ.૧૫,૦૦૦/-
ની ચોરી કરેલ.
(૧૫) આજથી આશરે નવ માસ પહેલા અમદાવાદ, ગીતા મંદીર સ્ટેન્ડ, પ્લેટફોર્મ પાસે એક ભાઇ ઉભા હોય, તે ભાઇ બસમા ચડવા જતા ભીડનો લાભ લઇ, નજર ચુકવી, તેના પેન્ટના ખીસ્સામાથી રોકડા રૂ.૨૦,૦૦૦/- ની ચોરી કરી કરેલ.
(૧૬) આજથી આશરે દસ માસ પહેલા વડોદરા, રેલવે સ્ટેશન પાસે બહારની બાજુ એક ભાઇ ઉભા હોય, તેની નજર ચુકવી તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ.
પકડાયેલ ઇસમો બેન્ક પોસ્ટ ઓફીસમાં પૈસાની લેતી દેતી કરતા ગ્રાહકો તેમજ બસ સ્ટેન્ડ તેમજ ભૌગ ભાડ વાળી જગ્યાઓએ રાહદારીઓની નજર ચુકવી, હાથ ચાલાકીથી રોકડ રકમની ચોરી કરતા હોય, અમરેલી જિલ્લામાં અમરેલી, ચલાલા, ધારી, લાઠી, સાવરકુંડલા, બાબરા તેમજ ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા, અમદાવાદ, વડોદરાથી ચોરીઓ કરેલની કબુલાત આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ તથા હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, નિલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, રાહુલભાઈ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


