Gujarat

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાની સેવાની મહેંક કચ્છના સેવાડા સુધી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
કચ્છના દરીયાઈ વિસ્તાર માંડવી પર “બિપોરજોય” વાવાઝોડાએ જ્યારે તબાહી મચાવી છે ત્યારે “માનવ સેવા એજ પ્રભુ સેવા” ના સુત્રને સાર્થક કરીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આધુનિક લોહપુરૂષ સહકાર અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં તથા ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ તથા કચ્છ સાંસદ પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાજીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાજી તથા સેવાભાવી આગેવાનો સાથે કચ્છના અસરગ્રષ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ, શુધ્ધ પાણી વગેરે જીવન જરૂરીયાત વસ્તુઓ અર્પણ કરવામાં આવી. ત્યારે માંડવી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા નગરપાલિકા સદસ્યશ્રીઓ વોર્ડ નંબર ૪ ના નગરસેવકો શ્રી વિશાલ ઠક્કર, હનિફ જત શહેર મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, યુવા મહામંત્રી શ્રી પુનિત રાજગોર, બક્ષીપંચ મહામંત્રી શ્રી અમરશી કોલી, શ્રી પ્રવિણભાઈ ગોર, શ્રી રશ્મિકાંત પરમાર, શ્રી શક્તિસિંહ ઝાલા, ગુંસાઈ સાહેબ વગેરે કાર્યકરો તથા સેવાભાવી આગેવાનો સાથે રહ્યા હતા, અને સુરેશ પાનસુરીયાની સેવાને વંદન કરી આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

IMG-20230619-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *