Gujarat

માંગરોળમા શારદાગ્રામ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી,,,

માંગરોળ તાલુકાના શારદાગ્રામ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિવસે લોકો તેમજ બાળકોમાં યોગથી શું ફાયદા થાય તે વિષય સાથે જાગૃતિ લાવવા યોગ દિવસ ઉજવવામાં આવ્યો જેમાં પ્રેરણાત્મક જુનાગઢ લોકસભાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયા તાલુકા ભાજપ મંડલ પ્રભારી ચંદુભાઈ મકવાણા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી માનસિંગભાઈ ડોડીયા, સુદા ભાઈ કોડીયાતર રાકેશભાઈ યોગાનંદી હાજર રહેલ, કાર્યક્રમા મહાનુભાવોનુ પુષ્પગુચ્છ થી સ્વાગત બાદ  દીપ પ્રજલિત કરી યોગ ટ્રેનર ગોવિંદભાઈ અઘેરા અને બાળકો થી યોગની પ્રેક્ટિસ સાથે શરુઆત કરવામાં આવી, ત્યાર બાદ સાંસદ શ્રી રાજેશભાઈ ના ઉદબોધનમાં યોગથી થતા ફાયદા અને વિશ્વમાં યોગની સાથે દેશનો ડંકો આ ધ્યાનથી વાગે છે તે વિષય સાથે વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીના શાસન ને પોતાની અનોખી શૈલીમાં બિરદાવવામાં આવેલ, માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા દ્વારા સફળ આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ શારદા ગ્રામ સંસ્થાના નિયામક શ્રી ભાવિન ભાઈ ભટ્ટ દ્વારા યોગ દિવસ ઉજવણીમાં સાંસદ શ્રી, ધારાસભ્યશ્રી હાજર રહી બાળકો તેમજ શિક્ષક અને વાલીઓનો ઉત્સાહ વધારવા બદલ આભાર વ્યક્ત કરેલ સાથે કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ બનાવવા બદલ તમામ આચાર્ય શિક્ષક આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રક્ટર અને બાળકો ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી ત્યારબાદ સાંસદ શ્રી રાજેશભાઈ તેમજ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ આગેવાનો સાથે સંસ્થાના સ્થાપક પ્રાંતઃસ્મરણિય સ્વર્ગીય પૂજ્ય બાપુજી મનસુખરામ જોબનપુત્રા ની સમાધી સ્થાન ના દર્શન કરી તેમના સ્મરણો યાદ તાજી કરી સંસ્થાની ચિંતા કરવામાં આવી,  શારદા સંસ્થાના શુભચિંતક માંગરોળ તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનો દિશા નિર્દેશ કરવામાં આવ્યો..
🙏🏼વિનુભાઇ મેસવાણીયા માંગરોલ,,

20230621_185349.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *