પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “વિકાસ તીર્થ અભિયાન ” અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના દેવામોરી ગામે નવીન દૂઘ ઉત્પાદક મંડળીના નવીન મકાનનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સાંસદ અને ઘારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાની, બરોડા ડેરી ના ડિરેક્ટર રણજીતભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્યો , જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તથા ગોવિંદભાઈ રાઠવા સહસયોંજક મુકેશભાઈ રાઠવા સહિત સરપંચો ડેરીના પ્રમુખ મહામંત્રી અને વિવિધ હોદેદારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


