Gujarat

ગીરગઢડા એસટી બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પૂછપરછ વિભાગની ઓફિસમાં કર્મીઓ જોવા ન મળતા બસના રૂટ અને સમય પૂછવા આવતા મુસાફરો હેરાન પરેશાન….

ગીરગઢડા બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી લાલિયા વાડી જવો ઘાટ જોવા મળી રહ્યો હોય તેમ એસ ટી બસ સ્ટેન્ડમાં પૂછપરછ
વિભાગની ખુલ્લી ઓફિસમાં અધિકારીઓ ગાયબ થઈ ગયાં હોય તેવું જોવા મળતા મુસાફરો પણ ચોકી ઉઠ્યા અને બસ ક્યારે આવશે
તેની પુછપરછ કોને કરવી તેવા સવાલો ઉઠવા પામેલ જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ગીરગઢડા એસ ટી બસ સ્ટેશનમાં આવેલ પૂછપરછ વિભાગમાં કોઈપણ અધિકારીઓ જોવા ન મળતા ગીરગઢડા તાલુકાભર માંથી
લાંબા અને ટૂંકા રૂટની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મુસાફરોને બસનો સમય અને પ્લેટફોર્મ સહિતની માહિતી મેળવવામાં
ભારે મુશ્કેલી પડતી હોય ત્યારે બસ સ્ટેશનમાં અપૂરતા સ્ટાફના કારણે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ એસટી ડેપોમાં મુસાફરોની સુવિધા
માટે રૂટનું સમયપત્રક મૂકવામાં આવ્યા છે. પરંતુ એસટી વિભાગના પૂછપરછ વિભાગમાં સમય પત્રક મુજબ નિમિતપણે સ્ટાફ
બેસાડવામાં આવે જેથી એસ ટી ડેપોમાં આવતા મુસાફરોને નિયમિત પણે ચાલતી બસનો સમય જાણી શકાય. આમ છેલ્લા ઘણા
સમયથી બસટેન્ડમાં કર્મચારી સ્ટાફના અભાવે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી એસ ટી તંત્ર દ્વારા તાત્કાલિક
અધિકારી,કર્મચારીને મુકવામાં આવે તો લોકોને પડતી હાલાકી દૂર થઇ શકે છે…

-બસ-સ્ટેશનમાં-પૂછપરછ-વિભાગની-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *