Gujarat

શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું – ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર ખાતે હુકમ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સરકારી કોલેજાેના વિવિધ વિદ્યાશાખામા ય્ઁજીઝ્ર દ્વારા નિમણૂક પામેલ ૨૦ (વીસ)મદદનીશ પ્રાધ્યાપક (વર્ગ-૨) ને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણ પરિવારમાં જાેડાઈ રહેલા તમામ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક ભાઈઓ અને બહેનોને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ક્ષણે તેમણે તમામને હક સાથે પોતાની ફરજાે પ્રત્યે પણ પ્રામાણિક રહેવાની શીખ આપી હતી.
શિક્ષણ એ કોઈપણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું હોવાનું કહીને મંત્રી એ નવનિયુક્ત તમામ શિક્ષકોને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ આપી હતી.આ નવનિયુક્ત ૨૦ મદદનીશ પ્રાધ્યાપક માંથી ૧૦ ને પ્રાણીશાસ્ત્ર, ૪ ને સંસ્કૃત, ૨(બે) સમાજશાસ્ત્ર /સામાજિક વિજ્ઞાન , ૩ ગણિત-વિજ્ઞાન અને ૧ ને અર્થશાસ્ત્ર વિભાગમાં ફરજ માટે હુકમ એનાયત થયા છે.આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર, કમિશ્નર પરિમલ પંડ્યા, વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *