Gujarat

જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમ પોતાની છલક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની
લહેર જોવા મળી રહી છે.જામનગર શહેર તથા જામનગર તાલુકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 201 મી.મી.જેટલો વરસાદ
વરસતા જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમની જળ સપાટી 26 ફૂટ સુધી પહોંચી છે અને તે પોતાની છલક
સપાટીથી હવે માત્ર દોઢ ફૂટ દૂર છે જ્યારે છેલ્લા 24 કલાકમાં જોડિયા તાલુકામાં 55 મી.મી, ધ્રોલ તાલુકામાં 26 મી.મી.,
કાલાવડ તાલુકામાં 28 મી.મી., લાલપુર તાલુકામાં 22 મી.મી. તથા જામજોધપુર તાલુકામાં 33 મી.મી. જેટલો વાવણીલાયક
વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.

-ડેમ-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *