Gujarat

સુરતમાં પ્રેમમાં આંધળી બનેલી માતાએ પોતાના જ બાળકની હત્યા કરી

સુરત
સુરતમાં એક જનેતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પ્રેમમાં આંધળી બનેલી એક માતા પોતાના જ સંતાન માટે યમદૂત સાબિત થઇ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીંડોલીમાં બાળકના અપહરણનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ હતી. અથાક મહેનત બાદ પોલીસને કોઇ જ પુરાવો ન મળતા પોલીસે માતાની ઉલટ તપાસ કરી હતી. તપાસમાં માતા પડી ભાંગી અને દિકરાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.માતાએ પોતાનું પાપ છૂપાવવા પોલીસને ગેરમાર્ગે દોરી હતી, પરંતુ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા માતાએ કબૂલ્યું હતું કે તેણે જ પોતાના દીકરાની હત્યા કરી હતી અને બાંધકામ સાઇટના બેઝમેન્ટમાં લાશ ફેંકી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે પ્રેમી સાથે લગ્ન કરવા માટે માતાને દીકરો નડતો હોવાથી તેની હત્યા કરી હતી. પોલીસે હત્યારી માતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *