Gujarat

વાછલાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

મહિસાગર
શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, મહિસાગરની એક શાળામાંથી ખુદ શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને નશાની હાલમાં ઝડપી પાડ્યો છે, આ પછી શિક્ષક સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ખરેખરમાં, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી આ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર અવનીબા મોરીએ કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં જાેવા મળ્યા, આ પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખુદ આ આચાર્યને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટના એવી છે કે, મહીસાગરના કડાણા તાલુકામાં આવેલી વાછલાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય નશામાં ધૂત ઝડપાયો હતો. મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી આજે અલગ-અલગ શાળાઓમાં આકસ્મિક તાપસ અર્થે નીકળ્યા હતા, જ્યાં કડાણા તાલુકાની વાછલવાડા પ્રાથમિક શાળામાં તેઓ પહોંચતા શાળાના આચાર્ય સરદારભાઈ માલિવાડને સવાલ પૂછ્યા હતા, અને જરૂરી દસ્તાવેજ માગ્યા હતા ત્યારે આચાર્યની આંખો લાલચોળ હોય અને તેઓ ધ્રુજતા હોય જેને લઈ શિક્ષણાધિકારીને શંકા જતા તેને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ડિટવાસ પોલીસ મથકે આ શિક્ષક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ શિક્ષકનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યુ હતુ. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આકસ્મિક શાળાની મુલાકાતોને લઈ અને ગુલ્લીબાજ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ ઘટના અંગે ડીવાયએસપી જણાવ્યું કે, મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરીએ આજે કડાણા તાલુકાની સ્કૂલની વિઝીટમાં હતા આ દરમિયાન વાછલાવાડા પ્રાથમિક શાળામાં મુલાકાતે ગયેલા, ત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સરદાર માલિવાડ કેફી પીણાની અસર હેઠળ જણાતા, તેમને લઈને ડિટવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સરદાર માલીવાડને મેડિકલ તપાસણી કરી તેમના વિરુદ્ધ પ્રોહીબિશન કેફી પીણું પીવા અંગેનો ગુન્હો દાખલ કરેલો છે અને આ તાપસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *