Gujarat

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

વડોદરા
સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તીસ્તા પર ૨૦૦૨ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જાેડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ આટલા લાંબા સમયથી બહાર રહે છે ત્યારે તેમને જામીનને પડકારવા માટે સાત દિવસનો સમય કેમ ન આપવો જાેઈએ. સેતલવાડ તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમના અસીલને ગયા વર્ષે ૨૨ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે કહ્યું કે સેતલવાડે જામીનની કોઈપણ શરતનો ભંગ કર્યો નથી.ત્રણ જજાેની બેન્ચે લગભગ ૯.૧૫ કલાકે સુનાવણી હાથ ધરી હતી. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે સેતલવાડ દસ મહિના માટે જામીન પર બહાર છે. કોર્ટે પૂછ્યું કે સેતલવાડને કસ્ટડીમાં લેવાની તાકીદ શું છે? કોર્ટે કહ્યું, “જાે વચગાળાની રાહત આપવામાં આવે તો શું આસમાન તૂટી પડશેપ હાઈકોર્ટે જે કર્યું તેનાથી અમને આશ્ચર્ય થયું. આ ચિંતાજનક તાકીદ શું છે?અગાઉ શનિવારે (૧ જુલાઈ), ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત ખોટા પુરાવા આપવાના કેસમાં તિસ્તા સેતલવાડના નિયમિત જામીન ફગાવી દીધા હતા અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે સેતલવાડે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો અને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જેલમાં મોકલવાની કોશિશ કરી.જસ્ટિસ ર્નિઝર દેસાઈની અદાલતે ૨૦૦૨ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા સંબંધિત કેસમાં સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિથી ખોટો સંદેશ જશે કે લોકશાહી દેશમાં બધું બરાબર છે.

Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *