Gujarat

છોટાઉદેપુર જિલ્લાની શાળાઓનું પરિણામ સુધારવા આચાર્યો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીએ બેઠક યોજી 

છોટાઉદેપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની શાળા સંકુલ મીટીંગ મળવા પામી હતી. છોટાઉદેપુર નગરની એસએફ હાઇસ્કુલ ખાતે શિક્ષણ અધિકારી ક્રિષ્ના પાંચાણી એ એક બેઠક જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં આચાર્યોની બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધારણા વહીવટી સુધારણા અંગે સુચનો તેમજ દર વર્ષે મળી આવતા નબળા પરિણામને સારા પરિણામ તરફ લઈ જવા માટેના આયોજનો ઘડી કરવા માટે એક આયોજન કરવા તૈયાર કરવામાં આવ્યો હતો. અને આ અંગે સૂચનો આપવામાં અને લેવામાં આવ્યા હતા. બેઠકમાં શિક્ષણ વિભાગ દ્વારા અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230703-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *