છોટાઉદેપુર જિલ્લા સમાજ સુરક્ષા, કચેરી દ્વારા બાવન દિવ્યાંગ લાભાર્થીઓને રોજગારલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ વ્યક્તિઓ પણ રોજગાર / સ્વરોજગાર કચેરી આત્મનિર્ભર બનીને સ્વમાનભેર જીવી શકે એ માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે પૈકી દિવ્યાંગ લાભાર્થીઓને રોજગારલક્ષી સાધન સહાય યોજના અંતર્ગત સાધન સહાય આપવામાં આવે છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અમલી આ યોજના અંતર્ગત જિલ્લાના બાવન લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી હતી.
જિલ્લા બાળ વિકાસ ગૃહ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આયોજીત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં બાવન દિવ્યાંગ લાભાર્થીઓને રોજગાર / સ્વરોજગાર કરી શકે એ માટે હાથલારી, છાંયડા માટે મોટી છત્રી અને કેરેટ આપવામાં આવ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અમલી સાધન સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા વીસ હજારની મર્યાદામાં આવડત અનુસાર રોજગાર કે સ્વરોજગાર મેળવી શકે એ પ્રમાણેના સાધનો આપવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


