હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગામના યુવાનો દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પ્રાચી તીર્થ ખાતે આવેલ ખોડિયાર નગરમાં બાપા સીતારામ ની મઢૂલી ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સત્યનારાયણ ભગવાનની કથા તેમજ બહેનો દ્વારા સત્સંગ મંડળનું આયોજન કરાયું હતું તેમજ ગામના નવ યુવાનો દ્વારા બટુક ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે સો થી સવાસો બાળકો એ પ્રસાદી નો લાભ લીધો હતો આ પ્રસંગે ગામના યુવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા


