Gujarat

જામકંડોરણા ના બોરીયા ગામે વિકાસે ખેડૂતો ના ગાડામાર્ગ ધોઈ નાખ્યાં બોરીયા ની સારણ નદી પર કોઝવે બનાવી સર્પે છંછુદર ગળ્યા જેવો ઘાટ સર્જાયો

આંગળી ના વેઢા ગણાય તેવો વિકાસ કરી તંત્ર એ હાથ ખંખેરી નાખ્યા
        જામકંડોરણા ના બોરીયા ગામે સારણ નદી પર થી સહેલાઈથી પસાર થવા કોઝવે બનાવવા આવ્યો હતો બોરીયા ગામ ગ્રામ પંચાયત સરપંચ એનાણાં પંચ માથી અંદાજીત ૨ , ૫૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સારણ નદી કોઝવે હાલ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન થયો છે બોરીયા ગામમાં સારણ નદી સહેલાઈથી પસાર થવા માટે બનાવવામાં આવેલો કોઝવે થી ખેડુતો ગાડા માર્ગ ચાલું વર્ષ ભારે વરસાદ થી ધોવાય ગયો છે  ૨૦૦ થી ૩૦૦ ફુટ માર્ગ પર ટ્રેકટર કે બળદગાડું લઈ ખેતરમાં જવું  ખેડૂતભાઈ માટે મુશ્કેલ બન્યું છે ગ્રામપંચાયત દ્વારા  આ કોઝવે બનાવી ને ખેડૂત ભાઈ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે જેમાં થી અમુક ખેડૂત ભાઈ બંધ કેમેરા પર એવું પણ જણાવ્યું છે કે બોરીયા ગ્રામ પંચાયત ના સભ્ય માટે જ આ કોઝવે બનાવવા મા આવ્યો છે. આ કોઝવે ત્રણ ફુટ થી વધારે ઉંચાઈ હોવાથી સારણ નદી નું પાણી આ ગાડામાર્ગ પર ફરી વળ્યું હતું ચાલું વર્ષ જામકંડોરણા પંથકમાં  ભારે વરસાદ થયો હતો. સારા વરસાદ થી ખેડૂતભાઈ ને ખેતરમાં ખેતી લક્ષી કામ હોય તે સ્વાભાવિક છે પરંતુ બોરીયા ગામની સારણ નદી પર કોઝવે બનાવી ને ખેડૂત ને મુશ્કેલીઓ ઊભી કરી હોવાનો બોરીયા ગામમાં ચર્ચા નો વિષય બન્યો છે. હવે જોવા નું એ રહ્યું લોકો ના ટેક્સ પૈસા થી બનેલો આ બોરીયા સારણ નદી પર નો કોઝવે જામકંડોરણા નું સ્થાનિક તંત્ર લોકો ના ટેક્સ ના પાસેથી કોઝવે તોડી પાડવામાં આવે છે તે જોવા નું રહ્યું.
   આ અંગે સરપંચ વાતચીતમાં જાણવા મળ્યું છે શકે જામકંડોરણા ના બોરીયા ગામે આવેલ સારણ નદી પર બે કોઝવે બનાવવા મા આવ્યા છે. જેનું કામ ગ્રામપંચાયત ના ધારા ધોરણ મુજબ કરવા આવ્યું છે આ કોઝવે ની મંજૂરી બાદ ગ્રામપંચાયત મા બધા નો વિશ્વાસ મત લઈને આ કોઝવે કામ કરવા મા આવ્યું છે પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદ થવા થી જામકંડોરણા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ નુકસાન થયું છે તો સ્વાભાવિક રીતે આ ગાડામાર્ગ પર પણ ધોવાણ થયું છે. જે ખેડૂતભાઈ ને જે માર્ગે ને લઇ જે પ્રશ્ન ઉદભયો છે. તે ખેડૂત ભાઈ સાથ રહી ને ઉકેલવા પ્રયત્ન કરીશું પરંતુ જામકંડોરણા નું સ્થાનિક તંત્ર નરો વા કુંજરવા નીતિ થી આ બોરીયા ગામમાં સારણ નદી પર કોઝવે આગામી દિવસોમાં નવા જુની ના એંધાણ વર્તાય રહ્યો છે

IMG-20230704-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *