Gujarat

જેતપુરના બાવાપીપળીયા ગામે કારખાનામાં એક પરપ્રાંતીય મજુરને શોર્ટ લાગતા મોત

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ વચ્ચે ઘણી દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જેતપુર બાવાપીપળીયા ગામમાં પણ શોર્ટ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અહિં બાવાપીપળીયા ગામે કારખાનામાં એક પરપ્રાંતિય મજુરને શોર્ટ લાગતા મોત નિપજ્યાનો બનાવ બનવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, બાવા પીપળીયા ગામે સાડીના કારખાનામાં કામ કરી રહેલ 21 વર્ષીય ચંદન રાય નામના પરપ્રાંતિય મજુરને જમીનમાં રહેલા ઇલેક્ટ્રિક સર્વિસ વાયરમાં પગ અડી જતા શોર્ટ લાગ્યો હતો. શોર્ટ લગતા યુવકનું મોત નીપજ્યું હતું. જે બાદ જેતપુર તાલુકા પોલીસને જાણ થતા મૃતક યુવકને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ પોલીસે હોસ્પિટલ પહોંચી ઘટનાને લઇ તપાસ હાથ ધરી હતી.

IMG-20230703-WA0209.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *