ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સખી સંગઠન ટ્રસ્ટ દ્વારા સ્કીલ ડેવલોપમેન્ટ, સીવણ ક્લાસ, અગરબત્તી તાલીમ અને બ્યુટી પાર્લર તાલીમ મહિલાઓને આપી હતી. જે તાલીમનું આજરોજ પૂર્ણાહુતિ નિમિતે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના શીરા ખાતે બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવાની સાથે ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ ચંપાબેન,જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા ઉપાધ્યક્ષ જયેન્દ્રભાઈ પ્રજાપતિ, તિલકવાડા તાલુકા જિલ્લા ભાજપ પ્રમુખ બાલુભાઈ , તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિંદિયાબેન, ટ્રસ્ટના મહામંત્રી રંજનબેન, જિલ્લા પંચાયતના સદસ્ય અલ્કેશભાઇ રાય,તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ ભીલ, વિસ્તરણ અધિકારી દિનેશભાઈ, ગામના સરપંચ કાંતિભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


