Gujarat

છોટાઉદેપુર જિલ્લા સેવાસદનમાં પાર્ક ગાડીમાં મોડી રાત્રે ACB દ્વારા સર્ચ ઓપરેશન કરાતા અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો 

છોટાઉદેપુર જિલ્લા સેવાસદન કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક અર્ટિગા ગાડીમાં ACB દ્વારા મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું, છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના ખેડૂત ખાતેદારની ખરાઈનો દાખલો લેવા માટે લાચ માંગી હોવાનો સાંસદે પત્ર લખ્યાની સ્યાહી હજુ સુકાઇ નથી. ત્યાંજ ગત મોડી રાત્રે ACB દ્વારા સેવાસદન કંપાઉન્ડમાં પાર્ક કરેલી અર્ટિગા ગાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ થતા મોડી સાંજથી જ છોટાઉદેપુર ACB ની ટીમ સેવાસદન પહોંચી ગઈ હતી, રાજપીપળાની ટીમ રાત્રિના આવ્યા બાદ લગભગ એક વાગ્યે અર્ટિગા ગાડીમાં તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન શું રીકવર કર્યું ? શું કાર્યવાહી કરી ? તે મુદ્દે કોઈ માહિતી ન અપાતા અટકળોનું બજાર તેજ બન્યું છે.સેવાસદનમાં પાર્ક કરેલી અર્ટિગા ગાડી કોની છે તેની તપાસ કરાતા આ ગાડી કલેક્ટર કચેરીના ઇન્ચાર્જ ચીટનીશ અધિકારીની હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી સેવાસદનમાં રૂપિયા વગર કોઈ કામ થતું ન હોવા મુદ્દે સાંસદ દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. તે ચર્ચામાં જ છે ત્યાં ACB દ્વારા કારમાં સર્ચ કરાતા અટકળોનું બજાર ગરમ થયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230706_104233.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *