Gujarat

સીએ ફાઇનલના પરિણામમાં સુરતનો ફેનિલ રામાણી દેશમાં ૩૦માં ક્રમે

સુરત
ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીએ મોટી સફળતા મેળવી છે. સુરતના ફેનિલ રામાણીએ ૫૧૩ માર્ક્‌સ મેળવી સીએ ફાઇનલના પરિણામમાં દેશભરમાં ૩૦મો ક્રમાંક મેળવ્યો છે..આ રીતે ફેનિલે દેશમાં ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમિડીયેટનો આજે પરિણામ જાહેર થતાં ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશી જાેવા મળી તો ક્યાંક વિદ્યાર્થીઓમાં ગમ છવાઈ ગયો હતો. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સીએના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. મેં ૨૦૨૩ માં લેવામાં આવેલી સીએ ઇન્ટર મીડીયેટ અને ફાઇનલના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સીએ ફાઇનલના પરિણામમાં ઓલ ઇન્ડિયામાં ૩૦ મો રેન્ક ફેનીલ રામાણીએ મેળવ્યો છે. આ સાથે ફેનીલ રામાણી એ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.સુરતમાં ઝ્રછનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં એક સરખું જાેવા મળ્યું હતું. સુરતના વરાછાના ફેનીલ રામાણી નામના વિદ્યાર્થીએ ઝ્રછ ફાઈનલના પરિણામમાં ઓલ ઇન્ડિયા માં ટોપ ૫૦માં સ્થાન મેળવ્યું છે. ફેનીલ રામાણીએ ૮૦૦ માર્કમાંથી ૫૧૩ માર્ક મેળવી ઓલ ઇન્ડિયા સીએ ફાઈનલના પરિણામમાં ૩૦ મો ક્રમાંક મેળવ્યો છે.અને સુરતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *