નગરના ગંદા પાણીને શુદ્ધ કરી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે,ત્યારે છોટાઉદેપુર નગરનું ગંદુ વેસ્ટ પાણી નાની પીપલેજ ખાતેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયા બાદ હાલ કોતરોમાં વહી રહ્યું છે જે ખેડૂતોને સિંચાઈ માટે આપવા માટેના સરકારના પ્રયાસોના ભાગ રૂપે પ્રાદેશિક કમિશનરે છોટાઉદેપુર નગર પાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.આ STP ની ક્ષમતા 5 MLD પ્રતિદિન ની છે પરંતુ નગરની ભૂગર્ભ ગટર યોજના હાલ સંપૂર્ણ કાર્યરત ન હોવાથી હાલ 1.5 MLD પાણી શુદ્ધ થઈ STP પ્લાન્ટ ની બહાર કોતરોમાં વહી રહ્યું છે,ત્યારે અધૂરી ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ થાય અને STP માંથી વેસ્ટ થઈ રહેલ શુદ્ધ પાણી આસપાસના ગામના ખેડુતોને સિંચાઈ માટે ઉપયોગી થાય તે માટે પ્રાદેશિક કમિશ્નરે પાલિકાના ચીફ ઓફિસર સાથે ચર્ચા પરામર્સ કરી આયોજન કરવા માટે સૂચન કર્યું હતું, આ સાથે પ્રાદેશિક કમિશ્નરે નગરમાં આવેલ રૈન બસેરાની મુલાકાત લઈ તેમાં આશ્રય લઈ રહેલ લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


