સરકારે દેશમાં સમાન નાગરિકતા કાયદા લાવવાની તજવીજ હાથ ધરી છે તેવામાં આદિવાસી સમાજ દ્વારા કેટલીક જગ્યાએ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે આજે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંગઠનો, ગ્રામ પંચાયતના સરપંચો સહિત સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાઈ જિલ્લા કલેકટર કચેરીએ UCC કાયદાના વિરુદ્ધમાં સૂત્રોચાર કર્યા. આદિવાસી સંગઠનો મુજબ યુસીસી ના કાયદાથી આદિવાસીઓના હક્કોને નુકસાન પહોંચશે. યુસિસી કાયદો લાગુ ના કરવા સખત શબ્દોમાં રજૂઆતો કરી અને જો કાયદો લાગુ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી છે. મહત્વની વાત એ છે કે યુ સી સી ના તરફેણમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટેકો જાહેર કર્યો છે તો બીજીતરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા એવા પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા એ UCC કાયદાના વિરોધમાં જોડાઈ પક્ષ કરતાં સમાજ અગ્રેસર હોવાની વાત કરી છે. વધુમાં પ્રદર્શનકારીઓએ સ્થાનિક આદિવાસી ધારાસભ્યો અને સાંસદો ને પણ કાયદાનો વિરોધ કરવા આહવાન કરતા જો નહી જોડાય તો તેમના સામે પણ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


