સ્વામિનારાયણ મંદિર જે રાધા રમણ દેવ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ની નીચે આવેલું છે જેમાં અજરો જ કોઠારી સ્વામી તરીકે કાલવાણી સ્વામિનારાયણ મંદિરના મુક્ત સ્વરૂપ સ્વામીની નિમણૂક કરવામાં આવી હતી
લોજ સ્વામિનારાયણ મંદિર કે જ્યાં નીલકંઠવર્ણી મહારાજ વનવિચરણ કરી ઘણા સમય સુધી રોકાયેલા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય નો પંચ તીર્થ ગણવામાં આવે છે જ્યાં કોઠારી તરીકે પોરબંદર ગુરુકુળના ભાનુ સ્વામી કોઠારી તરીકે હતા તેઓએ સ્વૈચ્છિક ખૂબ જ કામને લઈને નિવૃત્તિ લેતા તેમના સ્થાન ઉપર નવા કોઠારી કાલવાણી સ્વામી મંદિરના મુક્ત સ્વરૂપ સ્વામીને આજરોજ હરિ પ્રકાશ સ્વામી ભાનુ સ્વામી તથા ધર્મ કિશોર સ્વામી દ્વારા સ્વાગત કરી તેમને નિમણૂકને આવકારી હતી આ ઉપરાંત ગામના સરપંચ શ્રી રવિભાઈ નંદાણીયા દ્વારા પણ તેમને નિમણૂકને આવકારી હતી. સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી ખૂબ જ બાહોશ વહીવટી તરીકેની નામના ધરાવે છે ઉપરાંત તેઓ એક ધર્મ ચુસ્ત સ્વામિનારાયણના સંત તરીકે આ પંથકમાં સારી એવી નામના ધરાવે છે જેને લઈને લોજ સ્વામિનારાયણ મંદિર નો વિકાસ ખૂબ જ વધશે તેવું ચર્ચા રહ્યું છે
નરેશ રાવલીયા કેશોદ


