નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ ૨૦૦૬-૨૦૦૭ના સોયમમાં ખરાબ સમય સામે ઝઝૂમી રહી હતી. બાદમાં ૨૦૦૭માં વન ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે હારીને પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ મુશ્કેલીમાં હતી. તે સમયે તત્કાલિન કેપ્ટન રાહુલ દ્રવિડે રાજીનામું આપી દીધું અને એક નવા લીડરની શોધ થવા લાગી. એમ એસ ધોનીને કપ્તાની સોંપવામાં આવી. અહીંથી ભારતીય ક્રિકેટની હાલત બદલવાની શરુ થઈ. ભારતે આ વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપના પ્રથમ સંસ્કરણનો ખિતાબ જીતો લીધો. આ તો બસ શરુઆત હતી, એ બાદ એમએસ ધોનીએ પાછુ વાળીને જાેયું નહીં. માહીના ૪૨માં જન્મદિવસના અવસર પર આવો જાણીએ તેના કરિયરની પાંચ ખાસ ઉપલબ્ધિઓ વિશે… એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ વર્ષ ૨૦૦૭થી ટી ૨૦ વર્લ્ડ કપ, ૨૦૧૧માં વન ડે વર્લ્ડ કપ અને ૨૦૧૩માં ચેમ્પિયંસ ટ્રોફીનો ખિતાબ જીત્યો. તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં આ ત્રણેય આઈસીસી ખિતાબ જીતવાનો દુનિયાના એકમાત્ર કપ્તાન છે. તેમની કપ્તાનીમાં ૨૪ વર્ષ બાદ ભારતમાં કોઈ વર્લ્ડ કપ ૨૦૦૭માં આવ્યો હતો. એટલું જ નહીં ૨૮ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા વન ડે ચેમ્પિયન પણ બની હતી. વર્ષ ૧૯૮૩માં કપિલ દેવની કપ્તાનીમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ આ ટીમ ઈંડિયાની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. એમએસ ધોનીનું નામ ભારત માટે સૌથી વધારે વન ડે મેચમાં કપ્તની કરવાનો રેકોર્ડ પણ નોંધાય છે. તેમણે ૨૦૦ વન ડે મેચમાં ટીમ ઈંડિયાની કપ્તાની કરી અને ધોનીની કપ્તાનીમાં ટીમે ૧૧૦ મેચ જીતી જ્યારે ૭૪માં હારનો સામનો કરવો પડ્યો. વન ડે ક્રિકેટમાં વર્લ્ડ કપ અને ચેમ્પિયંસ ટ્રોફીનો ખિતાબ આપીને માહીએ ટીમ ઈંન્ડિયાને એક નવા મુકામ પર પહોંચાડી દીધી. એમએસ ધોનીએ પોતાની કપ્તાનીની સાથે સાથે બેટીંગના આંકડાથી પણ ખૂબ નામ બનાવ્યું છે. તે પોતાની વન ડે ડેબ્યૂ બાદ ફક્ત ૪૨ ઈંનિંગ્સમાં જ વન ડે રેન્કીંગમાં ટોપ પોઝીશનમાં પહોંચી ગયા હતા. તેમનું નામ સૌથી ઓછી ઈનિંગ્સમાં નંબર વન વન ડે બેટ્સમેન બનવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. ૨૦૦૫માં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ૧૮૩ રન બનાવ્યા હતા. તેમના નામે ૧૦૭૭૩ વન ડે અને ૪૮૭૬ ટેસ્ટ રન નોંધાયેલ છે. ૨૦૦૮માં એમએસ ધોની ટેસ્ટ ટીમના કપ્તાન બન્યા હતા. બાદમાં વર્ષ ૨૦૦૯માં ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં નંબર એક ટીમ બની ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમની કપ્તાનીમાં ટીમે વિદેશની જમીન પર જીતવાની આદત બનાવી લીધી હતી. એક કપ્તાન તરીકે જ્યાં ઈંટરનેશનલ ક્રિકેટમાં ધોનીએ રાજ કર્યું. તો વળી એશિયામાં પણ તેમનો દબદબો રહ્યો. ધોનીની કપ્તાનીમાં ટીમે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયંસ ટ્રોફીનું ટાઈટલ જીતવા ઉપરાંત બે વાર એશિયા કપનો ખિતાબ જીત્યો. ટીમ ઈંડિયાએ વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૬માં એશિયા કપની ટ્રોફી એમએસ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો. એમએસ ધોનીએ પોતાના નજીક ૧૫-૧૬ વર્ષના કરિયરમાં ઘણું એવું કર્યું, જે બાદ આજે તેનું નામ ભારતીય ક્રિકેટમાં સૌથી મોટા નામમાંથી એક છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત આઈપીએલમાં ધોનીએ પાંચ વાર પોતાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવી છે. ધોનીએ ૨૦૧૯ વર્લ્ડ કપ સેમિફાઈનલમાં હાર બાદ ફરી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી નહીં. વર્ષ ૨૦૨૦ ૧૫ ઓગસ્ટની સાંજે અચાનક પોતાની સ્ટાઈલમાં ધોનીએ સંન્યાસની જાહેરાત કરતા સૌ કોઈને ચોંકાવી દીધા. ટેસ્ટ ક્રિકેટથી તે ૨૦૧૪માં જ સંન્યાસ લઈ ચુક્યા હતા.


