અમદાવાદ
રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ છે. ગજરાત હાઈકોર્ટે ૧૫૦ પાનામાં ચુકાદો આપ્યો છે. અને તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધી માનહાનિના કેસમાં તરફેણ વિરુદ્ધ ચુકાદો આવતા તે સુપ્રિમમાં કોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના લખનઉ કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ૈંઁઝ્રની કલમ હેઠળ અનુસાર રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૧૯ માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના બાબતે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા હતા. ૧૦ હજારના બોન્ડ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા.મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકને લઈ કરેલી વિવાદાસ્પદ ટીપણીને કરવા માટે ફોજદારી માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. જાે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી હોત તો લોકસભામાં તેમના સંસદસભ્ય પદ ગુમાવવુ ના પડ્યુ હોત.જાે કે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે ગુજરાત હાઈકોર્ટમાં દ્વારા આજે ર્નિણય લઈ શકે છે. માનહાનિના કેસમાં સુરત કોર્ટે ફટકારેલી બે વર્ષની સજામાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન મળ્યા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માગતી અરજી પર ર્નિણય ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના જામીન યથાવત રહેશે.મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ કલમ ૪૯૯ અને કલમ ૫૦૦ હેઠળ કેસ દાખલ કરાયો હતો. જે હેઠળ ૪૯૯ હેઠળ દોષિતને જામીનની જાેગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે કલમ ૫૦૦ હેઠળ ૨ વર્ષ સુધીની સજાની અથવા દંડ અથવા તો ૨ વર્ષની સજા સાથે દંડની જાેગવાઈ કરવામાં આવી હતી.


