Gujarat

ચંદ્રયાન ૩માં સ્કિવબ્સ નામના પાર્ટ્‌સ હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં

સુરત
ઈસરોના ચંદ્રયાન ૩ને લઈ વૈજ્ઞાનિકો અને દેશભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ચંદ્રયાન-૩નું લોન્ચિંગ ૧૪ જુલાઈએ બપોરે ૨.૩૫ કલાકે થવાનું છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ચંદ્રયાન-૩નું લોન્ચિંગ એ ભારતની જ નહીં ગુજરાત અને સુરત માટેની પણ મોટા ગૌરવની વાત રહેશે. જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન ૩ માટે સિરામિક પાર્ટ્‌સ સુરતની હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે. ચંદ્રયાન ૩માં સ્કિવબ્સ નામના પાર્ટ્‌સ હિમસન સિરેમિક કંપનીએ બનાવ્યાં છે. ચંદ્રયાન ૨માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો.આ સ્કિવબ્સને ખાસ ટેક્નોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી હિમસન સિરેમિક કંપની ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશ બનાવે છે, તે ચંદ્રયાન ૩માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. કંપનીના સ્ડ્ઢએ કહ્યું કે, અમારી કંપની ૧૯૯૪થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને આપે છે. અમે અલગ અલગ પ્રકારના સ્ક્વિબ્સ બનાવીને ઈસરોને સપ્લાય કરીએ છે. જે અમારા માટે ગર્વની બાબત છે. ચંદ્રયાન મિશનમાં આ સ્ક્વિબ્સ ઇગ્નીશ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સ્ક્વિબ્સને ખાસ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને લોન્ચ કરવામાં આવે છે. ત્યારે તેના નીચેનો ભાગ ૩૦૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમ હોય છે. આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે તે માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશનું આવરણ તેની ચઢાવવામાં આવે છે, જેનાથી બ્લાસ્ટ અને એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *