વલસાડ
વલસાડમાં કાકડમટી ગામે સ્મશાનના અભાવે મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વલસાડના કાકડમટીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે બીજા ગામે લઈ જવામાં આવે છે. ગામમાં સ્મશાન ન હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. દર ચોમાસામાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો જાેવા મળે છે. કેટલીકવાર કમરસમા પાણીમાંથી પણ નદી પાર કરવાનો વારો આવે છે.


