ઊના – ઊના તાલુકાના નાના એવા ગામમાં આવેલ એસ બી આઇ બેંકના કથડેલા વહીવટથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની પ્રજાને
ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ બાબતે વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં બેંકના અધિકારીને જાણે કે કોઇ
ફર્ક પડતો ન હોય તેમ રજુઆત થતા વધુ હાલાકી ભોગવવાનો વખત આવતા લાચાર ગ્રાહકો પોતાના કામ માટે લાચાર બની
મુશ્કેલીઓ વેઠી રહ્યન છે.જાણવા મળતી વિગત મુજબ સામતેર એસ બી આઇ બેંકમાં સ્ટાફ અને અધિકારી મનસ્વી વર્તન કરતા હોય
તેમજ આ વિસ્તારમાં અન્ય બેંક ન હોવાથી સામતેર સહીતના આજુબાજુના ૧૦ થી વધુ ગામના લોકોને નાછુટકે આ બેંકનો સહારો
લેવો પડતો હોય તેમ આ બેંકમાં ગ્રાહકે ખાતુ ખોલાવાનું હોય તો બેંક માંથી ફોર્મ આપવામાં આવે છે. અને ગ્રામ્ય વિસ્તારના
મોટાભાગના લોકોને ફોર્મ ભરતા આવડતુ ન હોવાથી બેંકના સ્ટાફ દ્રારા ફોર્મ ભરવામાં સહકાર આપવામાં આવતો ન હોય અને ફોર્મ
ભરવા બેંકની બહાર એક વ્યક્તિ બેસલ હોય તેમની પાસે ફોર્મ ભરવા બેંકના કર્મચારીઓ મોકલી આપતા હોય છે. અને બેંકમાં ખાતુ
ખોલવાના ફોર્મ ભરવાનો ચાર્જ રૂ. ૧૦ તેમજ કોઇ ગ્રાહકે તેમનું બેંકમાં કે વાય સી કરાવાનું હોય અને બેંકનો સ્ટાફ બેસેલ હોય તો
પણ બેંકની બહાર આવેલ એસ બી આઇ બેંકના પોઇન્ટ પર કે-વાય સી કરાવવા મોકલે અને ત્યાં કે વાય સીનો ચાર્જ પણ રૂ. ૧૦
વસુલવામાં આવે ગ્રાહકો આ બાબતે બેંકના અધિકારીને ફરીયાદ કરે કે તેમની રજુઆત કરે તો ગ્રાહકોને ઉડાઉ જવાબ આપવામાં આવે
અને બેંકમાં ગ્રાહકો પૈસા ભરવા જતાં હોય છે. અને કેશીયર પણ બેસલા હોય તો પણ ગ્રાહકોના પૈસા જમા કરવા હોય તો બેંકના
પોઇન્ટ પર મોકલી આપે છે. આ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર હોય તેથી અનેક નાના-મોટા ખેડૂત સહીત મજુર વર્ગ બેંકના સામાન્ય કામ
માટે આવતા હોય છે. તો પણ આ સામાન્ય કામ પણ કલાકો સુધી થતુ ન હોવાની ફરીયાદ ઉઠવા પામેલ છે. ત્યારે હવે ઉપલી કચેરી
દ્રારા આ બેંકનો વહીવટ સરળ અને સુઘડ બનાવે તેવી માંગણી ગ્રાહકો માંથી ઉઠવા પામેલ છે.
અહીયા તસ્વીરમાં પણ એ ટી એમ ની જમણી બાજુ બેંક આવેલ છે. અને ડાબી બાજુ અન્ય એક દુકાન આવેલ છે. પણ બેંકના
ગ્રાહકો આ દુકાનમાં બેંકિંગ કામકાજ કરાવા જતાં હોય છે. જ્યા રૂ.૧૦ ચાર્જ વસુલવામાં આવે છે.


