Gujarat

ઉનાની કચેરીઓની જીલ્લા કલેક્ટરે મુલાકાત લીધી..ઉના પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી….

કચેરીમાં અરજદારોને મુશ્કેલી ના પડે તે અંગે સુચનો કર્યા.
ઉના તેમજ ગીરગઢડાની સરકારી કચેરીઓમાં ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર એચ કે વઢવાણીયાએ ઉના પ્રાંત કચેરી, મામલતદાર
કચેરી તેમજ પોલીસ સ્ટેશન સહીત કચેરીની મુલાકાત લીધી હતી. અને તમામ કચેરીમાં જરૂરી માર્ગદર્શન સૂચનો પણ કરવામાં
આવેલ. અને માહીતી મેળવી હતી. જો કે જીલ્લા કલેક્ટર આવી પહોંચતાં સ્થાનિક અધિકારીઓ એક્શન મોડમાં જોવા મળતા
હતા…
ત્યારે જીલ્લા કલેક્ટરે ઉના પ્રાંત ઓફીસ તેમજ મામલતદાર ઓફીસમાં દરેક અલગ અલગ વિભાગના ટેબલ પર જાતે જઇ કામગીરીનું
નિરીક્ષણ કર્યુ હતું. અને  કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જરૂરી સુચનો પણ આપેલ અને જ્યાં ટકોર કરવા જેવી હતી. ત્યાં કલેક્ટર
દ્રારા ટકોર પણ કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ સાથે વાતચીત કરી અરજદારોને મુશ્કેલી ના પડે તે અંગે સૂચનો કર્યા હતાં.
અને કામ અર્થે આવેલ અરજદારો સાથે પણ વાત કરી હતી. જેમાં એક અરજદાર મહીલાને પૂછતા વૃદ્ધ પેન્શન માટે આવેલ હોવાનુ
કહેતા કચેરીમાં વૃદ્ધાને કચેરીના ધકકો ખાવો ન પડે તે અંગે જણાવેલ. તેમજ મામલતદાર કચેરીમાં લેનલાઈન ફોન બંધ આવતો
હોવાની ફરીયાદ હોવાનુ કલેક્ટરે જણાવતા સ્થાનિક અઘિકારીઓએ બી એસ એન એલ માંથી પ્રોબ્લેમ રહેતો હોવાનું જણાવેલ.

-આગમનથી-અધિકારીઓ-એક્શન-મોડમાં-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *