Gujarat

બોડેલી તાલુકા નો જોજવા આડ બંધ ઓવરફ્લો

બોડેલી તાલુકા સહિત જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતા બોડેલી તાલુકાનો જોજવા આડ બંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
     વર્ષો પહેલા ગાયકવાડ સરકારના શાસનમાં આ વિસ્તારના ખેડુતો ને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાના પાણી મળી રહે તે હેતુ થી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડ બંધ બનાવામાં આવ્યો હતો.  ઉપરવાસમાં તેમજ છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે જેને લઈ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો હતો.ઉનાળા માં પાણીનાં સ્તર નીચે જતા જગત નો તાત ચિંતામાં મુકાયો હતો ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઇ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે આડ બંધ ઓવરફ્લો થતા લોકો અદભુત નજારો જોવા ઉમટી પડ્યા હતા બોડેલી તાલુકા સહિત જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતા બોડેલી તાલુકાનો જોજવા આડ બંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230715-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *